લાગણી ભીનો પ્રેમનો અહેસાસ - 30

(32)
  • 4.2k
  • 3
  • 1.9k

સ્નેહા આજે થોડી વધારે જ ખુશ હતી. તેમનો પરિવાર શુંભમના ઘરે જવા તૈયાર થઈ રહયો હતો. ફાઈનલી વાત આગળ વધી રહી હતી. આજે રવિવાર હતો એટલે સ્નેહા ઘરે જ હતી. શુંભમે તેમને આવવા માટે ઘણું કિધું. પણ તેમના ઘરના નિયમ પ્રમાણે તે સાથે ના જ્ઇ શકે. મન તો તેનું પણ હતું શુંભમને મળવાનું. તેમની સાથે બેસી થોડીવાર વાતો કરવાનું. પણ, તે ઘરે કોઈને કહી ના શકી કે તેમને પણ આવવું છે. સવારે વહેલા જ સ્નેહાના મમ્મી -પપ્પાને સાથે તેમના મોટા પપ્પા અને મોટી મમ્મી આ ચારેય અમદાવાદ જવા નિકળી ગયા. સાથે બાલુભાઈ પણ હતા.