“ફરી મોહબ્બત” ભાગ : ૨૬ અનયે ઘરે જવા માટે ટ્રેન પકડી હતી. ટ્રેનમાં બેઠા બેઠા જ એ ઈવાને કોલ કરતો રહ્યો. પણ ફોન સ્વીચ ઓફ જ આવતો હતો. એ પોતાના મનને સધિયારો આપતો રહ્યો, " અનય શું કામ એટલો ચિંતિત છે?? ઈવા કદાચ સૂઈ ગઈ હશે!! એટલે જ ફોન સ્વિચ ઓફ રાખ્યો હશે...!! પણ એનો ફોન મેં ક્યારે પણ સ્વીચ ઓફ નથી જોયો... બિઝી આવે.. પણ સ્વીચ ઓફ તો કદી નહીં...!!"અચાનક એને ભાન પડ્યું હોય તેમ બાજુમાં જ રહેતો મકાનમાલિકને ફોન લગાવ્યો,"રવિભાઈ અનય બોલું." "હા..!!" રવિભાઈએ કહ્યું."ઈવાનો ફોન સ્વિચઓફ આવી રહ્યો છે. જરા જોતા આવશો." આજીજી સ્વરે અનયે કહ્યું."હા ઈવાબેનને તો એક કલાક