માની મમતા

(14)
  • 6.5k
  • 1.3k

શીર્ષક :- માની મમતાનોંધ::- આ રચનાને ન્યુઝ ઓફ ગાંધીનગરમાં પ્રથમ ક્રમાંકે વિજેતા ઘોષિત કરવામાં આવેલી છે. આજે સવારથી જ સંગીતા ઘણી ઉત્સુક હતી અને ઉત્સાહમાં હતી, કારણકે આજે તેમની સ્કૂલમાંથી એક વૃદ્ધાશ્રમની મુલાકાત માટે જવાનું હતું. તેમને સ્કૂલના સાહેબે કહ્યું હતું કે, "આજે આપણે એક વૃદ્ધાશ્રમની મુલાકાત માટે જશું અને આપણે ત્યાં રહેતા વૃદ્ધ માતા-પિતા સાથે ચર્ચાઓ કરશું."વધુમાં જણાવતા સાહેબે કહ્યું કે, "આપણી સ્કૂલ તરફથી આ વૃદ્ધાશ્રમ માટે દાન પણ આપવાનું છે આથી દરેક બાળકે યથાશક્તિ દાન માટે કોઈ વસ્તુ કે રોકડ રકમ લઈ આવવી." સંગીતા એ પોતાની અલમારીમાં છુપાવેલો એક ગુલેલ