લલિત અને રીયા ના નવા નવા લગ્ન થયા હતા.લલિત સ્માર્ટ લુકીંગ હોશિયાર અને વાચાળ હોવાથી ફ્રેન્ડ સર્કલ મોટુ હતું તથા સોશિયલ મીડિયા પર લલિત નો ડંકો વાગતો.સામે રીયા પણ એકી નજરે ગમી જાય એવી દેખાવડી, સંસ્કારિત,વ્યવહારું અને ધાર્મિક.બન્ને ના પરિવાર એકબીજાને ઓળખતા એટલે વધુ પુછપરછ ને સ્થાન ન્હોતુ આમ એકાદ મિટિંગ અને એક-બે વાર ની પર્સનલ મિટિંગ માં બધુ ગોઠવાઈ ગયું.લલિત એક ટ્રાવેલ કંપની માં જોબ કરતો અને એ સીલસીલા માં અવારનવાર ટુર પર જવાનું થતુ.રીયા ઘરરખ્ખુ ગૃહિણી હતી આવતા જ આખું ઘર સંભાળી લીધું અને સાસુ સસરાની સેવાચાકરી મન થી કરી બધાના દિલ જીતી લીધા હતા. સમય કાઢી પ્રભુભક્તિ