બ્રેકઅપ્સ - એક નવી શરૂઆત (14) ફિર ક્યાં થા? હું કોલેજ છોડવાનું વિચારી રહ્યો હતો. પાક્કું નિર્ણય લેવામાં દુવિધા આવી રહી હતી. પરંતુ, કોલેજ છોડવાનું મન નહોતું. મારું મન આ પગલું ભરવા માટે રાઝી નહોતું. અને આખરે મેં મારા દોસ્ત શંકરની સલાહ લીધી. "કેમ? આમ અચાનક? અબે તને કોલેજ જોઈન કર્યે વર્ષ જ કેટલાં થયા છે? એક વર્ષ. માત્ર એક વર્ષ? અને તે જે પ્રોબ્લેમ જણાવી કે, તારે પૂજા મેમનું મોઢું નથી જોવું. પરંતુ, આ રિઝન કેટલા હદ સુંધી સાચી કહી શકાય? મારા ખ્યાલથી તું મૂર્ખાઈ કરી રહ્યો છે. આમ, દરેક વર્ષે કોલેજ બદલીશ તોહ, ક્યાં સુંધી ચાલશે? તું મેચ્યોર છે.