આગે ભી જાને ના તુ - 4

(15)
  • 3.7k
  • 1.1k

પ્રકરણ -૪/ચાર ગતાંકમાં વાંચ્યું રાજીવ અને અનન્યાની સગાઈ થવા જઈ રહી છે. રાજપરામાં જોરાવરસિંહ ખીમજી પટેલ પાસે એક જૂનું પેઇન્ટિંગ જુએ છે અને અકથ્ય અવિરત આશ્વર્યના વમળમાં ફસાઈ જાય છે. કોની છે એ તસવીર....... હવે આગળ..... "માડી, બાપુ આમ અડધે ભાણે ઉઠી ક્યાં જતા રહ્યા?" રતને હાથ લૂછી મુખવાસની ડબ્બી ખોલતાં પૂછ્યું. "શી ખબર, આવું તો અગાઉ ક્યારેય નથી બન્યું. મનેય નવાઈ લાગે છે. આવશે ત્યારે તું જ તારા બાપુને પૂછી લેજે," કહી કનકબાએ સોપારી નો ટુકડો મોઢામાં નાખ્યો,"માયા, કાલે થોડી ખરીદી કરવા જવાનું છે તારા માટે ને રતન માટે. તમારે આવતા મહિને રાજીવની સગાઈમાં જવાનું છે ને. અત્યારે કાપડ લઈ