ખાલીપો - 7 (દશમાં ધોરણનું પરિણામ)

  • 3.1k
  • 1.3k

દર્શનનો ફોન આવતા જ મારી યાદોની ગાડીમાં બ્રેક લાગી. હું બેડ પરથી ઉભી થઇ. અત્યારે તો મારી જિંદગીનો એકમાત્ર સહારો દર્શન હતો. જીવન જીવવાનું કારણ પણ એ જ હતો. જેમને આપણે જીવન સાથી કહીએ એનો જીવનભર સાથ તો આપીએ જ ને ! અફકોર્સ મારો મોટો પરિવાર હતો જ, તો પણ જીવનમાં અજીબ ખાલીપો હતો. આ જિંદગી છે જ સાલી એવી, પહેલા કૈક એવું આપે જે આપણને બહુ ગમવા માંડે, એની આદત પાડી દયે પછી ધીમે ધીમે એ જ પ્રિય વસ્તુ તમારી પાસેથી છીનવી લે. તમને રડાવે, બેચેન કરે, જિંદગીથી તમે નફરત કરવા માંડો. ત્યાં જ જિંદગીમાં એવું કંઈક નવું આવી