જાણે હજું કાલની જ તો વાત છે કે નેત્રિની સગાઈ થઈ ગઈ છે ને હવે બંને પોતપોતાના જીવનમાં આગળ વધવાના પૂરેપૂરા પ્રયાસ કરે છે. રોજની જેમ વિચારોમાં ખોવાયેલ જૈમિકને એની એક સ્ત્રીમિત્રનો ફોન આવે છે. ફોન જોઈને એને ઉઠાવવાનો વિચાર તો નહોતો જ કારણ કે કોઈના શબ્દોની કડવાશ એનાથી હવે ઝીલી શકાય એવી એની પરિસ્થિતિ નહોતી. છતાં જે વ્યક્તિનો ફોન હતો એ વ્યક્તિના વ્યક્તિત્વને ધ્યાને લઈ જૈમિક ફોન ઉઠાવે છે. ફોન ઉઠાવતાની સાથે જ એ કાંઈ બોલે એ પહેલાં એની સ્ત્રીમિત્ર કહે તારી માટે ખુશીના સમાચાર છે. હવે ખુશી અને મારે દૂરદૂર સુધી કાંઈજ સંબંધ