કહીં આગ ન લગ જાએ - 13

(55)
  • 4.5k
  • 4
  • 1.8k

પ્રકરણ- તેર/૧૩એમિરેટ્સ એરલાઈન્સના બિઝનેશ ક્લાસમાં બોસ સંગાથે અરમાનના આસમાનમાં વિહરતી મીરાંએ ફ્લાઈટ લેન્ડીંગ થયાં બાદ જ્યારે પહેલી વાર પરદેશની ધરતી, દુબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પગ મુક્યો ત્યારે મીરાંએ મુશ્કિલથી તેની ક્રેઝી નેસને કન્ટ્રોલ કરીને કૈદ કરી. પણ તેના ચહેરા પરના ચિક્કાર આનંદના અનુભૂતિની જયારે મધુકરએ નોંધ લીધી એ ક્ષણે બંનેની નજરો મળતાં મીરાં શરમાઈ ગઈ.લગેજ લઈને બહાર નીકળ્યાં ત્યાં જ પીકઅપ કરવાં આવેલા હોટલના સ્ટાફ મેમ્બરએ તેની ડ્યુટી મુજબ ગેસ્ટને વેલકમની ફોર્માંલીટીઝ પૂરી કરી. વિનમ્રતાથી હોટેલની કારના ડ્રાઈવરએ મર્સિડીઝ ઈ ક્લાસ કારમાં બેસાડ્યા પછી કાર રવાના થઇ. સડસડાટ કરતી માત્ર ૧૦ જ મીનીટમાં સાત કિલોમીટરનું અંતર કાપીને કાર જુમ્હેર બીચ નજીક