હસતો તારો ચહેરો દિલમાં ઉમઁગ જગાવતો;નાહક મને તારી સમક્ષ હારવા બહેકાવતો!મીરાંની નજર પોતાની ચોપડીના પન્ના હવાની લહેરથી ઉડી રહ્યા હતા એમાં હતી અને મન અમનના ચહેરાને સ્વપ્નરૂપે પ્રત્યક્ષ અનુભવી રહ્યું હતું. મીરાંના ચહેરા પર આછું સ્મિત છલકતું હતું. મીરાં એની સ્વપ્ન દુનિયામાં અત્યંત ખુશ હોય એ એવું વાસ્તવિક વ્યક્તિત્વ એની સામેના સોફા પર બેઠેલ મીરાંની બહેન અનુભવી રહી હતી. મીરાંને જોઈને એનાથી બોલ્યા વગર રહેવાયું જ નહીં કે, " મીરાં પરીક્ષામાં અમનનો નિબંધ નહીં પુછાય હો.."અમનના નામે મીરાં પોતાની સ્વપ્ન દુનિયા માંથી સફાળી જાગી હતી. મીરાંએ બેન સામે જોયું ના જોયું કર્યું અને શરમના લીધે બીજી વાતોમાં પોતાનું ધ્યાન બદલ્યું