પડછાયો - ૧૫

(36)
  • 4.4k
  • 1
  • 1.6k

પડછાયા એ કાવ્યાને પોતાની ઓળખાણ આપી કે તે વનરાજ સિંઘાનિયાનો પૂત્ર રૂદ્રરાજ સિંઘાનિયા ઉર્ફે રોકી છે અને તેની મોતનું કારણ અમન છે ત્યારે કાવ્યાને ખુબ જ દુઃખ થયું અને તે જમીન પર જ ફસડાઈ પડી."તારે હિંમત રાખીને સાંભળવું પડશે કાવ્યા.. તું પહેલાં મારી પૂરી વાત સાંભળી લે પ્લીઝ." પડછાયાના સ્વરૂપમાં રહેલો રોકી બોલ્યો."હા, તમે તમારી વાત કહો." કાવ્યા પોતાના દુઃખને દબાવી સ્વસ્થતા પ્રાપ્ત કરી બોલી."હા તો હું લંડનથી ઈન્ડિયા આવ્યો એના બીજા જ દિવસે ઓફિસ આવ્યો હતો અને તારો ઓફિસમાં છેલ્લો દિવસ હોવાથી તું રિઝાઈનની ફોર્માલિટી પતાવી રહી હતી અને મારી નજર તારા પર પડી અને હું મારી આસપાસ રહેલી