કલાકાર ભાગ – 14 લેખક – મેર મેહુલ “કૉફી કે ચા ?” અક્ષયે પુછ્યું, “શું ચાલશે ?” “ઑફકોર્સ કૉફી” પલ્લવીએ હસીને કહ્યું, “કૉફી વિથ A.K.” અક્ષયે સ્માઈલ કરી, આગળ જતાં એક કેફે નજરે ચડ્યો એટલે અર્ટિગા સાઈડમાં પાર્ક કરીને બંને કેફમાં ગયા. “વાત છે ચાર વર્ષ પહેલાંની.. .” અક્ષયે આંખો બંધ કરીને વાત શરૂ કરી. “હું દુબઈથી પરત ફરતો હતો, મેહુલસરનો હુકમ હતો કે હું તાત્કાલિક વડોદરા આવું. હું ‘સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ, અમદાવાદ’ માંથી બહાર નીકળ્યો એટલે સરનાં કૉલ શરૂ થઈ ગયાં. હું થાકેલો હતો એટલે મેં કૉલ એવોઇડ કર્યા. સરે મને લેવા માટે ગાડી મોકલી