પિશાચિની - 29 - છેલ્લો ભાગ

(140)
  • 8.1k
  • 4
  • 3.1k

(29) ‘હમણાં જે માણસ બહાર ગયો એ તારા જેવો જ મારો એક આશિક છે. એણે મારા કહેવાથી માહીના ગળામાંથી માદળિયું કાઢીને બહાર ફેંકી દીધું અને એને ખતમ કરી નાંખી. હવે હું માહીનું તાજું-તાજું લોહી પીશ !’ એવું બોલતાં શીનાએ સાપ જેવી, બે મોઢાંવાળી લાંબી જીભ મોઢાની બહાર કાઢી, હોઠ પર ફેરવી અને પછી પોતાના લાંબા અણીદાર દાંત માહીની ગરદન તરફ આગળ વધાર્યા, એટલે જિગર ‘નહિઈઈઈઈ..’ની ચીસ પાડતો શીના અને માહી તરફ ધસ્યો. તે શીનાની નજીક પહોંચ્યો અને શીનાને માહીથી દૂર ધકેલવા માટે તેણે શીનાને બાવડા પાસેથી પકડી, ત્યાં જ જાણે તેને ઈલેકટ્રીકનો કરન્ટ લાગ્યો હોેય એવો જોરદાર ઝટકો લાગ્યો અને