આંખ ફાડીને અંધકાર ઊભો હતો, તેના ડરથી અજવાળું હમણાં જ ક્યાંક છપાઈ ગયું હતું, કાળી સાળી ઓઢીને કાતિલ અદાથી નિશા રાણી ધરતીની સેર કરવા નીકળ્યા હતાં, ટાવરના ટકોરા અગિયારના ઇશારા કરતા હતા, તમરાઓનો તિણો અવાજ શરુ થઇ ગયો હતો, તે ગામડાની ગલીઓમાં ભીડ ઓછી અને સન્નાટો ઝાઝો હતો, ઠંડીથી થરથરતા ઘલુડીયા તેની માની સોડમાં લપાઇને શાંતિની નિંદર માણતા હતા, ધીરે ધીરે નિશાની કાળી છાયા ધરતીને માથે કાળૉતરાની માફક આગળ વધી રહી હતી, અને ટાવરે બારનો ટકોરો વગાળ્યો, જોત જોતામાં ઘનઘોર અંધકાર અને નિશાનું સામ્રાજ્ય છવાઇ ગયું. આવી ઘનઘોર કાળીડીબાંગ રાત્રીમાં કોઈ એક કબ્રસ્તાનમાં, કબરનું ઢાંકણ ખૂલ્યુ અને એક વિકૃત ચહેરો