બાલનગઢ ની હવેલી - 1

(31)
  • 4.6k
  • 3
  • 1.2k

રાહુલ આજે ખુબજ ખુશ હતો. કારણ કે બીજા દિવસે તેનો જન્મદિવસ હતો. રાહુલ અને તેના બધાં મિત્રો સાથે મળી ને પિકનિક માં જવાનાં હતા. બધા મિત્રોએ વિચાર્યું કે આજે રાહુલ ના પપ્પાની ગાડી લઈને જવું છે. રાહુલના પપ્પાએ પરવાનગી આપી. રાહુલ અને તેના બધાજ મિત્રો કાર લઇ ને નીકળી પડ્યા. કાર માં રાહુલ સહિત તેના મિત્રો માં અજય, વિકી, શીતલ, રાજવી, અને પ્રિયા હતાં. શહેરથી થોડે દુર નીકળ્યા અને રાહુલે એક ધાબા પાસે કાર રોકી. રાહુલ - ફ્રેંડસ, કાંઈક નાસ્તો કરીને નીકળીએ, રાત પડી ગઈ છે. અને આમ પણ ત્યાં પહોંચીને સુવાનું જ છે.