સમાંતર ભાગ - ૨૪ આગળના ભાગમાં આપણે જોયું કે ઝલકે એનો નિર્ણય લઈ લીધો છે. 'નો મેસેજ નો કોલ' ના ચોથા દિવસે એ અને નૈનેશ યોગાનુયોગ મોલમાં મળી જાય છે. અને નૈનેશ એમના પહેલા ઝઘડાથી લઈને ઝલકને મળવાની તાલાવેલી એને કેવું પગલુ ભરાવે છે એ પળો મમળાવવા પોતાના એ દિવસોને યાદ કરે છે. હવે આગળ... ***** શોપિંગ અને ડિનર પતાવીને નૈનેશ અને નમ્રતા મોડા ઘરે પહોંચે છે. નમ્રતા બધાને ખરીદી બતાવવામાં પડે છે પણ નૈનેશનું ધ્યાન હજી ઝલક જોડે થયેલી મુલાકાતમાં હતું. "મળવું એનું સાવ જ અણધાર્યું હતું, કે કિસ્મતમાં જ પહેલેથી લખાયું હતું? યોગાનુયોગ હતો કે હતો કોઈ સંકેત, મનમાં એ શંકાનું બીજ