રાતના શમી ગયેલા જીવનના અંધકારને નવી ઓજસ ભરી સવાર થવાની આશા સાથે હીરલી ફાનસને પ્રગટાવે છે.તે આવતીકાલની સવારની આતુરતાથી રાહ જોઈ રહી હોઈ છે.આવતીકાલ કેવી હશે એની કલ્પના કરવા લાગે છે! કરે જ ને કલ્પના. કેમ કે વર્ષોથી સંઘર્ષોમાં જ જીવન રહ્યું હતું. આવનારો સમય નવો જ અવસર પ્રદાન કરે અને સમાજમાં સ્થાન પ્રાપ્ત થાય એની જ અભિલાષા હતી. પરોઢિયું ઊગે એ પેહલા જ હીરલીની આંખ ખુલી જાય છે.ઘરનું કામકાજ ઝટ પૂર્ણ કરી દે છે અને નજરને રાહમાં કંડારી દે છે કે ક્યારે રાધા અને બીજી સ્ત્રીઓ આવે? ભરતનો સર્વ સામાનને ચકાસે છે અને ફરી એકબાજુ મૂકે છે.જેમ જેમ