પ્રણયભંગ ભાગ – 5

(86)
  • 5.6k
  • 5
  • 3.2k

પ્રણયભંગ ભાગ – 5 લેખક - મેર મેહુલ “આજે તો ટોટલી બોર થઈ છું” સિયાએ અણગમો વ્યક્ત કર્યો, “તું બિલિવ નહિ કરે, પુરા દિવસમાં એક પણ પેશન્ટ નથી આવ્યો” પૂનમનો ચાંદ આસમાનમાં સોળે કળાએ ખીલ્યો હતો. આકાશ એકદમ સ્વચ્છ હતું એટલે ટમટમતા તારલા જોઈ શકાતા હતાં. દિવસ દરમિયાન ગરમ પવન ફૂંકાયા બાદ અત્યારે ઠંડો પવન શરીરમાં તાજગી આપી રહ્યો હતો. જમવાનું પતાવી સિયા તેનાં ઘરની અગાસી પર પાળીએ ટેકો આપી નીચે બેઠી હતી. અખિલ તેની સામે પલાંઠી વાળીને ટટ્ટાર બેઠો હતો. તેનાં હાથમાં સળગતી સિગરેટ હતી. તેણે સિગરેટનો ઊંડો કશ ખેંચીને સિગરેટ સિયાનાં હાથમાં આપી. “મારે પણ એવું