પરાગિની – ૫ પરાગ માનવને ફોન કરે છે અને કહે છે જો તું બિઝી ના હોય તો ક્યાંક ફરવા જઈએ?માનવ હા કહે છે અને થોડીવારમાં ગાડી લઈને આવી જાય છે. માનવ- ક્યાં જઈશું?પરાગ- એકદમ શાંત જગ્યા જ્યાં કોઈ જ ના હોય..!માનવ- ઓકે.. પહેલા ગાડીની ટાંકી ફૂલ કરાવી દઈએ.માનવ પેટ્રોલ પંપ પર ગાડી જવા દે છે. આ બાજુ ત્રણેય બહેનપણીઓ મૂવી જોવા જવાનો પ્લાન કરે છે. એશા તેની ગાડી પેટ્રોલપંપ પર લઈ જાય છે અને પેટ્રોલ ભરાવે છે. માનવ પેટ્રોલ ભરાવી ગાડી સાઈડ પર કરી બિલ લેવા જાય છે. એશા પણ બિલ લેવા જાય છે.માનવને થોડી વાર લાગતા એશા બોલે છે, મિસ્ટર જો તમે બિલ લઈ લીધું