આજે ઋચા ખૂબ જ નર્વસ લાગતી હતી એણે નક્કી કર્યું જે થાય એ પણ સ્મિત ને આજે એ વાત કહેવી છે જેનાથી સ્મિતનો ચહેરા પર તો ખબર નહીં પણ પોતાના ચહેરા પર ચોક્કસ સ્મિત આવી જતું હતું. કોલેજકાળના બે વર્ષ વીતી ગયા છતાં પણ તેના મનમાં હંમેશાથી એ જ ચહેરો છવાયેલો રહેતો જે એણે કોલેજના પ્રથમ દિવસે જોયો હતો એ મનમોહક ચહેરો એના દિલોદિમાગ પર છવાયેલો રહેતો. "તું આવી ગઈ....?" ક્રિના નો અવાજ સાંભળીને ઋચા એકદમ ચોંકી ગઈ અને જોયું તો ક્રિના તેની સામે મંદ