ચન્દ્ર પર જંગ - 3

(17)
  • 3.5k
  • 3
  • 1.6k

ચન્દ્ર પર જંગ યશવન્ત મહેતા (કિશોર વૈજ્ઞાનિક સાહસકથા, ૧૯૭૦) પ્રકરણ – ૩ : અજનબી અવકાશયાત્રીઓ “ચન્દ્રયાન બોલે છે....હલ્લો, ભારતીય અવકાશ મથક ! અમે ચન્દ્રથી ૪૦ હજાર માઈલ દૂર છીએ. યંત્રો દ્વારા તપાસ કરીને કહો કે અમે ક્યાં ઊતરીશું.” છેલ્લા ચાર કલાકથી કુમાર ટ્રાન્સ્મીટર પર જ બેઠો હતો. હલ્લો, હલ્લો, ઓવર અને આઉટ બોલીબોલીને હવે તો કંટાળી ગયો હતો. પણ એ વિના છૂટકો જ ન હતો. અવકાશયાનમાં રેડિયો અને ટ્રાન્સ્મીટર ઉપર જ ઘણોખરો આધાર હોય છે. થોડી વારમાં કચ્છના અવકાશી મથકેથી વૈજ્ઞાનિક રામનાથનો અવાજ આવવા લાગ્યો : “ચન્દ્રયાન ! ભારતીય અવકાશી મથક સૂચના આપે છે. તમારું રોકેટ અમેરિકનોના ઉતરાણના સ્થળથી પંદર