પ્રકરણ 2 આગળ આપણે જીંગાભાઇના ઝલસા સાથે ગુજરાતના સ્થળો વિશે જાણ્યું.હવે આગળ..... વહેલી સવારે પાંચ વાગ્યે આબુ જવા રવાના થયા. રસ્તામાં જીંગાભાઈ વાંદરી અને તેના બચ્ચાને હેરાન કરવાનું ચુકતા ન હતા.સવારે ૬:૪૫ વાગ્યે આબુથી થોડે દુર એક પેટ્રોલ પંપ પાસે બસ ઊભી રહી.બધા ફ્રેશ થવા લાગ્યા. જીંગાભાઈ પોતાની ટેવ મુજબ સ્ટૂલ લઈને કાચ સાફ કરવા લાગ્યા,પણ મંછાબેનને કહેતો ગયો કે જો જે મંછાળી સ્ટૂલ લેતા પહેલા મને કહેજે નહીં તો આ વખતે તારું ઢીંઢું ભાંગી નાંખીશ. ચા અને ગાંઠિયાનો નાસ્તો બધાએ આરોગ્યો.આબુ પર અમારી બસ લઈને જવાનું હતું એટલે બધા બસમાં ગોઠવાયા.બસ આબુ ઉપર ચડવા લાગી. વાંકાચુંકા વળાંકો અને ઊંડી