આત્માની અંતિમ ઇચ્છા - ૧૫

(61)
  • 4.4k
  • 2
  • 2.1k

આત્માની અંતિમ ઇચ્છા -રાકેશ ઠક્કરપ્રકરણ-૧૫સવારે કાવેરી ઘરમાં ક્યાંય ના દેખાઇ એટલે લોકેશનો રક્તચાપ વધી ગયો. તેના મનમાં લસિકાનો બદલો સવાર થઇ ગયો. લસિકા ક્યાંક કાવેરીને નુકસાન તો પહોંચાડશે નહીં ને? લસિકા તેને ક્યાંક લઇ ગઇ તો નહીં હોય ને? તે વિચાર કરતો ઘરની બહાર નીકળ્યો અને કાવેરીના નામની બૂમો પાડવા લાગ્યો. સવારે બહાર કોઇ દેખાતું ન હતું. પણ લોકેશની બૂમ સાંભળી બાજુના ઘરમાં ગયેલી કાવેરી ઉતાવળા પગલે ચાલતી બહાર આવી અને બોલી:"લોકેશ... હું અહીં છું..." ઉતાવળે ચાલવાથી કાવેરી હાંફતી હતી. તેને સલામત જોઇ લોકેશને હાશ થઇ. તે બોલ્યો:"કાવેરી, ધીમેથી ચાલ...સાચવ...""તમે બૂમો પાડો છો તો મારે તો દોડવું જ પડે ને..." કહી કાવેરી