આગળના અંકમાં આપણે જોયું કે પૂજનને સામેથી આવતી ગાડીમાં કોઈને જોઈને ભૂતકાળ યાદ આવે છે. પૂજનને પ્રાંજલની ફ્રેન્ડ સુહાની પસંદ કરતી હોવાનું જાણવા મળે છે. ઘરે જાય છે. પૂજન અને પ્રાંજલ સાથે અમદાવાદ ફરવા જાય છે. ત્યારે સુહાની કોઈકને મેસેજ કરે છે. પારિજાત પૂજનને બ્લુ ગાડીની માહિતી આપે છે. પૂજન પારિજાત સાથે આગળના પ્લાન માટે બીજા દિવસે સવારે મળવાનું નક્કી કરે છે. પારિજાતનો પતિ નિસર્ગ એક કવર પારિજાતને આપે છે. હવે આગળ... પારિજાત: "નિસર્ગ, પેલા જાસૂસને માહિતી મેળવવાનું કામ આપેલું એ ક્યાં પહોંચ્યું?" નિસર્ગ પારિજાતને એક મોટું કવર આપે છે. પારિજાત સ્માઈલ સાથે નિસર્ગને ગળે લગાવી લે છે. પારિજાત કવર