પ્રથમ મિલન - 2

(11)
  • 3.4k
  • 1.3k

અમે અંદર ગયા, પણ મે મારુ મન ત્યાં જ મુકી દીધેલું! આમ તો હું અને ધારા આવી પ્રેમને લગતી વાતોથી કોસો દુર રહેતાં.. સ્કુલમાં અને ઘરમાં બસ ચોપડીઓ સાથે જ પ્રેમ!! અમારી બંનેની ગણતરી સ્કૂલની હોશિયાર વિદ્યાર્થીનીઓમાં થતી. પણ એવુ તો નથી જ કે હોશીયાર લોકો પ્રેમમાં ન પડી શકે! એ વખતે મારી સાથે શું થઇ રહ્યું હતું એ ખબર જ ન પડી. પાર્ટીપ્લોટની અંદર હું વિચારોમાં સરકી ગઇ. મારી સોસાયટીમાં છોકરીઓ ઓછી એટલે મોટા ભાગની નવરાત્રિઓ મેં ધારાની સોસાયટીમાં કરેલી, વળી મારા માસી પણ ધારાના ઘરની સામે જ રહેતા એટલે અમુક પ્રસંગો અને બીજા તહેવારો પણ કરેલા.. પણ, આની