એ સંબંધ

(20)
  • 2.4k
  • 997

*એ સંબંધ*. વાર્તા.... ૨૭-૪-૨૦૨૦ અમદાવાદ ની બાજુમાં નાનું એક ગામડું હતું. આ ગામમાં એક મધ્યમવર્ગીય કુટુંબ રહે. કુટુંબમાં કુલ ત્રણ સભ્યો હતા.... પતિ અનિલભાઈ, પત્ની અમિતાબેન, પુત્રી એકતા... અનિલભાઈ અને અમિતાબેન ને ઘણાં વર્ષો પછી પારણું બંધાયું અને દિકરી જન્મી એ એકતા... એકતા નાનપણથી જ ભણવામાં ખૂબ હોશિયાર હતી... દેખાવે સાધારણ પણ નમણી અને ઘાટીલી હતી.. નાનપણથી જ સેવાભાવી અને લાગણીશીલ હતી.. એકતા મા બાપનું ઘડપણનું આંખોનું રતન હતી.... એકતા નું રુપ ,ધગશ અને હોંશિયારી જોઇને મા બાપની આંખ અને આંતરડી ઠરતી.... બાર ધોરણ પછી અમદાવાદ નર્સ નાં કોર્સ માટે અપડાઉન કરતી અને સાથે પિતાને શિવણ કામગીરી માં મદદરૂપ બનતી