"જો મારે અહીં થી જવું જ પડશે! જો નહિ ગયો તો મારી માટે બહુ જ મુસીબત થઈ જશે!" અતુલ બોલ્યો તો પ્રિતેશે એની વાત કાપતા કહ્યું, "અરે તારા મામાનું જ તો આ ઘર છે! રોકાઈ જા ને લોક ડાઉન ચાલે ત્યાં સુધી!" "હા... હવે તો બીજો કોઈ જ રસ્તો નથી!" અતુલના શબ્દોમાં ભારોભાર અફસોસ હતો. ????? "એ હા મમ્મી, તમે જરાય ચિંતા ના કરશો. અમે અહીં બધા જ ઠીક છીએ! તમે પણ ત્યાં બહાર ના નીકળતા!" અતુલે એના મમ્મીને કોલ પર કહ્યું. સૌ જમીને બહાર ફરવા માટે તો જવાય નહિ એટલે ઉપર ધાબે જ ગયા. ત્યાં અતુલની બહેનની સાથે એણે