હેય, આઈ એમ ઇન યોર સીટી!! ભાગ -1

  • 7.9k
  • 2.3k

“તું મારી વાત સમજતો કેમ નથી ? મારે માટે તું સાથે હોય તે મહત્વનું છે અજય “ “રેવા, મને ખબર છે પણ તેમાં સમજવાનું તારે જ છે.” અજય એક ટીપીકલ હસબન્ડની જેમ વાત કરતો જોઈ રેવા આગળ કઈ ન બોલી. “અને મમ્મી પપ્પા તો છે જ ને રેવા, પછી તું કેમ આવી જીદ કરે છે” “મમ્મી પપ્પા છે એટલે જ ને, બાકી તો હું એકલી હોવ તો ઈશા ને બોલાવી લઉં કે તેને ત્યાં રેહવા જતી રહું. પણ મમ્મી પપ્પા હોય એટલે હું આવું કઈ ન કરી શકું. અને તું હોય તો હું મારી રીતે રહી પણ શકું, પણ જયારે