એક કેક્ટસનો પ્રેમ..

  • 2.3k
  • 754

શનિવારની ઢળતી બપોર છે.. સાંજ આવું આવું કરી રહી છે ત્યારે "હેમંતવીલા " ના પોર્ચમાં એક વ્હાઈટ મર્સીડીઝને ઔર ચમકાવતો શોફર એકદમ સલામ કરે છે એની મેમસાબને. બંગલાના બધાં નોકરોની મેમસાબ એટલે શિવાંગી હેમંત ધોળકિયા. શિવાંગી પગથિયાં ઉતરી રહી છે એણે સિફોનની આકાશી સાડી પહેરી છે જેમાં સિલ્કના દોરાથી ગુંથેલા તારલા છે અને એમાં વચ્ચે મઢેલા સાચા મોતી, શિવાંગીનું ચન્દ્રસમુ મુખ અને સોનેરી અને બ્રાઉન રેશમી લાંબા કેશ જોનાર કહી જ ઉઠે કે આકાશ ધરતી પર ઉતરી આવ્યું છે. પાછળ જ દેખાય છે હેમંત ધોળકિયા.ધોળકિયા ઇન્ડસ્ટ્રીઝના માલિક અને ઘર તથા ફેક્ટરીના હેમંતસર. ઑફ વ્હાઈટ સુટને બ્લુ ટાઈ આંખો પર જાણીતી