બુક રિવ્યુ circle of reasond

  • 4k
  • 1k

બંગાળી લેખક અમીતાવ ઘોષની ઈંગ્લીશ બેસ્ટ સેલર the circle of reasons વાંચી. અંગ્રેજી નવલકથામાં પણ બ્રિટિશ, અમેરિકન, કેરાલી, બંગાળી દરેકની વર્ણનો અને પ્લોટની સ્ટાઇલ તથા ભાષા, શબ્દો અલગ હોય છે. દરેક બંગાળી શું હિંદુધર્મની વિરુદ્ધ અને નક્સલવાદી માઇન્ડસેટના હોય છે? આવું આ નવલકથા વાંચતાં કેટલેક ઠેકાણે લાગ્યું. આંખેથી વાંચી મગજથી થુકી નાખવાનું. ઓમ ને બદલે બીજો મંત્રોચ્ચાર, ઈશ્વર ને બદલે માનવજાતને જીવલેણ રોગોથી બચાવનાર લુઇ પાશ્ચર જેવા વૈજ્ઞાનિકની પૂજા કરો ને એવું વચ્ચેવચ્ચે કહ્યા કર્યું છે. અંતિમ પ્રકરણમાં મૃતદેહની અંત્યેષ્ઠી વિધિની આડકતરી મઝાક કરી એવું લાગ્યું.એ સિવાય પ્રચલિત 'અંગ્રેજી સાહિત્ય' કેવું હોય એની ફીલ લેવા વાંચી.19 પ્રકરણો અને 287 પાનાંની નવલકથા