આખી સોસાયટી સોના બેનને જોઇને આશ્ચર્ય માં પડી ગઇ, સોસાયટી ના નાકે મંદિર હતું જ્યાં રોજ સવારે આરતી થાય અને તેમાં સોનાબહેન હાજર જ હોય પણ આજનો તેમનો વેશ જોઇને તો સોસાયટી ના લોકો ને તેમાંય ખાસ તો મહિલા ઓ તો ફાટી આંખે જોઇ રહી. વર્ષોથી સોના બહેનને બધાએ દરરોજ સાદી આછા રંગ ની સાડીમાં જ જોયેલા તે સોના બહેન આજે પીળા કલર ના બાંધણી પ્રિન્ટ ના કૃર્તા અને લેગિસમાં સજજ હતા.ધોયેલા ખુલ્લા વાળ, અને આછો મેકઅપ ૪૮વર્ષ ના સોના બહેન જાણે ૩૫ ના લાગતાં હતા. બહુ નાની ઉંમરમાં કેવલ ના પિતાનું અવસાન