*રાજીપાનાં બદલાતાં સરનામા!*રાજીપો,ખુશ રહેવાનાં કારણો ઘણાં હોય છે.દરેક ઉંમરે, દરેક પરિસ્થિતિએ,દરેક પડાવે એ બદલાતાં રહેતાં હોય છે.આમ જુઓ તો સરળ અને સહેલો શબ્દ અને સહેલો અર્થ પણ એ મેળવવાનાં ધમપછાડા અગણિત!એ મળશે જ અને ટકશે જ એ પાછો ગહન અને વિચારણીય પ્રશ્ન! જન્મથી સામાન્ય સમજણ આવે ત્યારે બાળપણનાં રાજીપાઓની અલગ દુનિયા હોય છે.મિત્રો,માતા-પિતા અને વડીલોનાં લાડ પ્યારમાં,સાથ સહકારમાં ખુશ રહેતાં હોય છે કેમકે એ સમયની બધી જ અપેક્ષાઓ સંતોષાતી હોય છે.ધીમે ધીમે એ રાજીપાની પ્રયોરિટીઝના લેવલ બદલાતાં જાય છે.કિશોરાવસ્થામાં એ ફક્ત મિત્રો સુધી સીમિત થઈ જાય છે.મિત્રો સાથે અલગ દુનિયા જીવવા,જોવા,જાણવા ને માણવા મળે છે. એ આગળ જતાં