વહુએ વગોવ્યા મોટા ખોરડા - ૧૧

(26)
  • 5.9k
  • 3
  • 2.4k

' શ્રીરામ જય રામ, જય જય રામ ' આવી ધૂન સાથે સુલતાનપુર ગામની શેરીઓ ગૂંજતી હતી. એક ટેલિયા મહારાજ આ ધૂન જગાવતા હાથમાં ઝાલર લઈને ગામમાં ફરતા હતા. લગભગ સાંઠેક વર્ષની ઉંમર હશે. સફેદ ઝભ્ભો અને ધોતી પહેરેલા સાથે ખભા પર લાલ સાફી નાંખેલી હતી. એમની ધૂન ગાવાની ઢબ એક અલગ જ પ્રકારની હતી. સૂર્યોદય હજુ થયો નહોતો પણ ભગવાન ભાસ્કરને શરમમાં નાંખી દે એમ પૂરું ગામ એમના પહેલા જાગી ગયું હતું. કોઈ ખેડૂત સાથે જતું હળ નિરાશ લાગતું હતું કારણ કે એને આજ આ ધરતીની છાતી ચિરવાની હતી. તો બીજી બાજુ સાંતી પાછળ