પ્રેમનું વર્તુળ - ૧૩

(31)
  • 4.5k
  • 2
  • 1.9k

પ્રકરણ-૧૩ મનના ડંખ રાત્રિના લગભગ બાર વાગ્યા હશે. વૈદેહીના માતાપિતા એના સાસરે આવી પહોંચ્યા હતા. વૈદેહીના સસરાએ એમને આવકાર આપ્યો. તેઓ અંદર દાખલ થયા. વૈદેહી તો પોતાના મમ્મી પપ્પાને જોઈને એમને ભેટીને ખુબ જ રડવા લાગી હતી. અને તરત બોલી ઉઠી, “મને તમે અહીંથી લઇ જાઓ. મારે હવે આ ઘરમાં રહેવું જ નથી. પ્લીઝ, તમે મને અહીંથી લઇ જાઓ.” “હા, બેટા, અમે તને લઇ જ જશું. તું શાંત થઇ જા. અત્યારે હવે હું વાત કરું છું ને. તું કઈ ન બોલ.” એના પપ્પાએ કહ્યું અને પૂછી પોતાના વેવાઈ સામે જોઇને પૂછ્યું, “હકીકત શું છે? શું બન્યું હતું?” વૈદેહીના પિતા એ પૂછ્યું. એટલે