મુળી નો પ્રાચીન ઇતિહાસ... - 3

(40)
  • 6.3k
  • 2.7k

આગળ આપણે જોયું કે માં જોમબાઇ ચિતા તરફ જાય છે. ચિતા પાસ જઈને હાથ જોડીને બધાને નમન કરી ચિતા પર ચડી ગયા,અને લોકોને સંબોધન કરી ને બોલ્યા કેે " જય મહાકાળી, જય સુર્ય ભગવાન, મુળીબાઈ મારી બહેન કરતા પણ વધારે છે તેે કહે તેમ કરજો.. લગધીરજી સામે જોઇને કહ્યું કે બેટા આ આપણી રૈયત છે, પુત્ર કરતા પણ વધારે લાડથી પાલન કરજો.મારે હવે જવાનો સમય આવી ગયો છે. રાણા રતનજીથી દુર જઇ રહી છું તેથી કુંવર મુંજાજીના સહારે સાથે થઈ જઈશ.રાણા રતનજીને જીવંત પર્યત એક પતિ