વિશ્વ ગુજરાતી ભાષા દિવસ - ડો. સ્મિતા ત્રિવેદી

  • 12.6k
  • 6.2k

વિશ્વ ગુજરાતી ભાષા દિવસ હું ગુજરાતી, ગુજરાતીને કરું વ્હાલ, બેસું, ખાઉં, પિવું ગુજરાતી, મારી સવાર, બપોર, સાંજ ગુજરાતી, રાત પડે ને, સપનાં જોઉં મજાના ગુજરાતી, બોલું, ચાલું, ઊઠું, વાત કરું રૂડી ગુજરાતી, મીઠી મારી ગુજરાતીને કરું મહાલે મ્હાલ!!! પ્રખર રાષ્ટ્રપ્રેમી અને સમર્થ સર્જક વીર નર્મદના જન્મ દિને ‘વિશ્વ ગુજરાતી ભાષા દિવસ’ની ગુજરાતી હોવાની આપણી ભાવનાને પ્રબળ અને ગૌરવવંતી બનાવે છે. ભાષા તો બધી જ ન્યારી, પણ ગુજરાતી લાગે અતિ પ્યારી. ગુજરાતી આપણી ઓળખ છે, માનો ખોળો છે, આપણા વ્યક્તિત્વનો પ્રાણ છે. આપણા માનસિક વિકાસ, મૌલિકતા અને સર્જનશીલતા