રહસ્યમય ટાપુ ઉપર વસવાટ.. - 24

(57)
  • 4.9k
  • 2
  • 1.4k

ટાપુ ઉપરના કાર્બ્યુ ભાષાવાળા વનવાસીઓ.. માર્ટ અને એના સાથીદારોનું વનવાસીઓ સાથે "આર્જેન્ટિના" જહાજ તરફ પ્રસ્થાન.. ___________________________________________ દરિયા કિનારાથીથી ટાપુની અંદરની તરફ બે માઈલ જેટલાં અંતરે મોટી પર્વતમાળા આવેલી હતી. એ પર્વતમાળાના બધા જ પર્વતો જ્વાળામુખી પર્વત હતા. એકાએક સૌથી ઊંચા પર્વત શિખર ઉપર જ્વાળા મુખી ફાટ્યો. લાવારસના પ્રચંડ દબાણના કારણે પર્વતની ટોચના ફુરચે ફુરચા ઉડી ગયા. લાવારસના દબાણના કારણે પર્વત શિખરની ઉપરની ટોચના નાના મોટા પથ્થરો દૂર દૂર સુધી ફેંકાયા. માર્ટ અને એના સાથીદારો જ્યાં ઉભા હતા ત્યાં પણ પથ્થરના નાના-નાના ટુકડાઓ આવીને પડ્યા. સુલ્બરની પીઠ ઉપર તો લાવરસના છાંટાઓ આવીને પડ્યા એટલે સુલ્બર તો એકદમ ચીસ પાડી ઉઠ્યો. "ઓહ.!