" પરી " પ્રકરણ-19 શિવાંગ ભારે હ્રદયે અને અતિશય દુઃખ સાથે અમદાવાદ છોડી ક્રીશાને લઇને બેંગ્લોર પહોંચી જાય છે. ક્રીશાના ઘરે જઇને બંને જમ્યા અને પછી આરામ કર્યો. શિવાંગે પોતાની ઓફિસની બાજુમાં જ એક ફ્લેટ રેન્ટ ઉપર લઇ લીધો હતો ક્રીશા અને શિવાંગ પોતાના લગ્નજીવનની શરૂઆત એ ઘરમાંથી જ કરે છે. બે બેડરૂમ, હૉલ, કીચનના આ ઘરની શિવાંગ તેમજ ક્રીશા પોતાના મીઠાં મધુરા સ્વપ્નથી સુંદર સજાવટ કરે છે. માધુરીને રેગ્યઞુલર દવા આપવામાં આવે છે પણ કંઇ ફરક દેખાતો નથી એટલે તેના પપ્પા ડૉ.અપૂર્વ પટેલને ફોન કરીને એ દિવસની સાંજની એપોઇન્ટમેન્ટ લઇ લે છે અને માધુરીને બતાવવા માટે લઇ જાય છે.