છત્રાલ થી મહેસાણા પર થોડી ઉતાવળ હતી એટલે જરૂર કરતાં વધુ સ્પીડ થી જઈ રહ્યો હતો..ચોમાસા નો દિવસ હતો.. ગામડે જવાનું હતું.. મિત્રો ગાંધીનગર થી આવવાના હતા અને અડાલજ ચોકડી થી સાથે જવાનું નક્કી થયું હતું પણ કોઈ કારણસર મિત્રો ને સવારે જ નીકળવું પડ્યું એટલે સાંજે મારે પણ એકલા જ નીકળવું પડ્યું.. ચોમાસા ના દિવસો હતો.. આકાશ માં કાળા ડિબાંગ વાદળો અડ્ડો જમાવીને ધરતી પર હુમલો કરવાની તૈયારી માં આમતેમ ભાગમભાગ કરતા હતા.. એમની ભાગમભાગ માં ટકરાવવા થી ક્યારેક ભીષણ અવાજ થતો હતો તો ક્યારેક એમના હથિયારો ટકરાવવા થી ધારદાર પ્રકાશ જાણે દુશ્મનો ની રણનીતિ જોવા આવતો હોય એમ ડોકાચિયા