" કાકી....." મનસ્વીની આવી હાલત જોઈ હિંમત હારેલા આકાશે કાકી સામે જોઈ વિનંતી કરી. કાકા અને કાકી બંનેએ મનસ્વીને સાચવવાના એને હલાવી મનસ્વી રડે તો એનું દુઃખ ઓછું થાય એવા અથાગ પ્રયત્નો કર્યા પણ બધું જ વ્યર્થ. મનસ્વીની આંખો ભીની સુધ્ધા ન થઈ. મનસ્વી એક ઊંડી તંદ્રામાં જતી રહી...... આખો દિવસ કોઈ ને કોઈ પ્રવૃત્તિમાં વ્યસ્ત રેહતી મનસ્વી હવે માત્ર કામ પૂરતું જ ચાલતી ફરતી. કામ થઈ જાય એટલે સીધું જ એકાદ ખૂણામાં જઈને બેસી જતી. ક્યારેક અગાશીએ, ક્યારેક અટારીએ, ક્યારેક બારીએ તો ક્યારેક હીંચકે બેસીને બસ એકધારું તાકતી રેહતી. મનસ્વીના મૌન ને આજે 10 દિવસ થયા હતા. કાકા પાસેથી