અંગત ડાયરી - વેશભૂષા

  • 5k
  • 1.5k

અંગત ડાયરી ============શીર્ષક : વેશભૂષા લેખક : કમલેશ જોષીઓલ ઈઝ વેલલખ્યા તારીખ: ૨૩, ઓગસ્ટ ૨૦૨૦, રવિવાર તમને કોઈ પૂછે કે ‘વોટ ઇસ યોર હોબી?’ તો તમે શું કહેશો? આપણે અનેક વખત આ પ્રશ્નનો સામનો કરી ચૂક્યા છીએ. જવાબમાં કોઈ રીડીંગ લખે તો કોઈ ટ્રાવેલિંગ, કોઈ મ્યુઝીક તો કોઈ ડાન્સ. શોખનું બહુ લાંબુ લિસ્ટ આપી શકાય. પણ તમે ક્યારેય આ પ્રશ્નના જવાબમાં ‘મને મારી જિંદગી, પૂરેપૂરી જિંદાદિલીથી જીવવાનો શોખ છે’ એવું લખ્યું છે ખરું? જિંદગીના બધા જ ડાયમેન્શનને પૂરેપૂરા માણવાનો, ખીલવવાનો તમને શોખ નથી? જિંદગીના ડાયમેન્શન્સ એટલે જિંદગીની લંબાઈ, પહોળાઈ, ઊંડાઈ અને ઊંચાઈ. મારી દૃષ્ટિએ, જિંદગીની લંબાઈ એટલે જન્મતારીખથી મૃત્યુ તારીખ