અમી ગુસ્સામાં હોવાં છતાં તેને દેખાય રહ્યું હતું કે શું ખોટું છે ને શું સાચુ. પણ એ વાત ધિરજને નહતી દેખાય રહી. બદલાની ભાવનાથી ભરેલી પટ્ટી આંખોએ બાંધી ધિરજ કેટલાય સમયથી ખોટાં કામો કરે જતો હતો. અને હવે તો જાણે એ તેની આદત બની ચુકી હોય તેમ ભાસી રહ્યું. પોતાનાં મનનું કરવાવાળા અનેક મળી જાય પણ પોતાનો ગુસ્સો ધિરજ બીજાને મુશ્કેલીમાં મુકીને અને તેમને દુઃખમાં , રડતાં જોઈ સંતોષવાં લાગ્યો. મનમાં લાગેલી આ આગની લપેટામાં વંદિતા અને નિયતિ પણ ઝડપાય ગયાં હતાં. વાતની ગંભીરતા અમી સારી રીતે જાણતી હતી. તેણે પોતાની આંખોમાં આવેલાં આંસુ લૂછી