પિશાચિની - 26

(87)
  • 7.5k
  • 6
  • 3.5k

(26) ‘હાલ પૂરતું મેં તારી પત્ની માહીનું લોહી પીવાનું માંડી વાળ્યું છે. આજે હું તારા સસરા દેવરાજશેઠનું લોહી પીશ.’ એવું અદૃશ્ય શક્તિ શીના જિગરને કહીને ગઈ એટલે જિગર માહીના ગળામાં બનારસીદાસે આપેલું માદળિયું પહેરાવીને કારમાં એરપોર્ટ તરફ હંકારી ગયો હતો. અને ત્યારે ‘તે પોતાના સસરા દેવરાજશેઠને શીનાથી બચાવી શકશે ?’ એ વાતમાં તેને જ શંકા હતી. અત્યારે તે પૂરપાટ ઝડપે કારને એરપોર્ટ તરફ દોડાવી જઈ રહ્યો હતો, પણ છતાંય તેણે ઝડપ વધારી. આગળ રસ્તો જમણી તરફ વળતો હતો. તેણે સ્પીડ ઓછી કર્યા વિના જ કારને જમણી બાજુ વળાવી અને તેને સામેથી એક ટ્રક ધસી આવતી દેખાઈ. તેનો જીવ ગળે આવી