લાગણી ભીનો પ્રેમનો અહેસાસ - 26

(29)
  • 3.8k
  • 3
  • 1.7k

એક દિવસ, બે દિવસ, ત્રણ દિવસ, એક અઠવાડિયું, બે અઠાવડિયા ને છેલ્લે ઈતજાર કરતા કરતા એક મહિનો પુરો થયો. વિશ્વાસ મક્કમ થઈ રહયો હતો ને દિલ વિચારો વચ્ચે ખામોશ બની રહયું હતું. આ એક મહિનામાં ધણું બદલાઈ ગયું હતું. સ્નેહા ખુદ બદલાઈ ગઈ હતી. પ્રેમની રાહ તેની જિંદગીની એક એવી સફર લઇ ને આવી હતી કે જયારે પણ કોઈ બીજા છોકરાની વાતો થતી તેને જોવા આવવાની. ત્યારે કંઈ પણ વિચાર્યા વગર જ તે સીધી વાતો શરૂ થયા પહેલાં ના કહી દેતી. પણ તેની ના ક્યા સુધી ચાલવાની હતી. ના કહેતાની સાથે જ ઘરના બધા તેને સમજાવા