કલાકાર ભાગ – 12 લેખક – મેર મેહુલ ‘યાદો’ સરકારી દફ્તરની ફાઈલો જેવી છે. યાદોને ઘટના સાથે સીધો સંબંધ છે. આજે બનેલી ઘટનાં આવતી કાલ માટે સંસ્મરણ બની જાય છે. સરકારી દફ્તરોમાં જેમ એક પછી એક ફાઈલોનાં દળ જામતાં જાય છે તેમ જ એક પછી એક ઘટનાં બને છે અને યાદોનું પોટલું બનતું જાય છે. દફ્તરોની ફાઈલો જેમ ક્યારેક ખોવાય જાય છે તેમ ક્યારેક સમય સાથે એવી ઘટનાઓ પણ ભુલાતી જાય છે મહત્વની હોય છે. આવા સંસ્મરણો યાદ રહે એ માટે તેનો દસ્તાવેજ બનવો જરૂરી છે. બીજા શબ્દોમાં કહીએ તો ઘટનાનો પુરાવો હોવો આવશ્યક છે. દસ્તાવેજ અથવા પુરાવો