પડછાયો - ૧૩

(40)
  • 3.7k
  • 2
  • 1.5k

કાવ્યાની સાથે અજીબ ઘટના બની હતી. તે રસોડામાં પાણીનો જગ ભરવા ગઈ ત્યાં ફ્રીઝની ઉપર રહેલાં ડબ્બામાંથી તેની ઉપર છાશ ઢોળાઈ ગઈ અને આખી છાશથી લથપથ થઈ ગઈ. ત્યાં જ તેની પાછળ પડછાયો આવી ગયો અને કાવ્યા તેને જોઈને ડરી ગઈ અને ચિલ્લાવા લાગી. તેનાં અવાજથી બન્ને મમ્મીઓ ત્યાં આવી ગયાં અને તેને સંભાળી બેડરૂમમાં લઈ ગયાં અને તેને નહાવા મોકલી દીધી. પછી કાવ્યા નાહી ધોઈને બહાર આવી ત્યારે બન્ને મમ્મીઓ તેની પાસે જ બેઠી રહી અને તેને માથે હાથ ફેરવી સૂવડાવી દીધી. આ બાજુ પડછાયો પણ કાવ્યાને લઈ જવાનું મૂડ બનાવીને બેઠો હતો. તે ધીમે પગલે કાવ્યા ના રૂમ તરફ આવ્યો.