શિવપૂજા- દક્ષિણનાં મંદિરમાં

(13)
  • 3.6k
  • 1
  • 1.2k

બેંગલોરમાં મંદિરમાં પૂજાનો એક અલગ અનુભવ મળ્યો.ગુરુવારે સાંજે અમે અહીં ગાયત્રી અને શિવમંદિરે ગયેલાં. શ્રાદ્ધ પૂરાં થતાં હોઈ શ્રીમતીએ સારી રકમ ત્યાં સીધાં પેટે આપીએ એમ પૂજા પેટે લખાવી કેમ કે અહીં લોટ, ઘી વગેરે સ્વીકારાતું નથી. રિસીટ આપવા સાથે મંદિરના કર્મચારીએ કહ્યું કે કાલે સવારે 8.30 વાગે તમારે નામે અભિષેક થશે તો અમે હાજર રહી શકીએ છીએ. પૂજા, અભિષેક માટે મારૂં નામ, ગોત્ર, રાશિ અને નક્ષત્ર પણ પુછાયું. મેં કુંભ રાશિ અને ઘનિષ્ઠા નક્ષત્ર કહ્યાં જે રિસીટમાં લખાયાં.બીજે દિવસે સવારે સાડાઆઠે મંદિર પહોંચ્યો. ગુજરાતમાં પૂજા એટલે શિવલિંગ પાસે બેસાડી આપણી પાસે અભિષેક કરાવે અને આરતી ઉતારાવે, લાલ નાડાછડી બાંધે.