પ્રથમ મિલન

(12)
  • 4.3k
  • 1.5k

ટ્રીન ટ્રીન.., ટ્રીન ટ્રીન.... "આરુ બેટા.., જો તો કોણ છે? કદાચ ધારા હશે, તું સુતી હતી ત્યારે એનો ફોન આવ્યો હતો.." મમ્મી મને બૂમ પાડી રહી હતી. "હા, ઉઠાવુ છું.." હું ફોન પાસે જતા જતા બોલી. વાત છે આજથી અંદાજે સાતેક વર્ષ પહેલાંની, મારી 12th ની પરિક્ષા આવી રહી હતી. હું અને ધારા પહેલા ધોરણથી સાથે જ.., મારી પાક્કી સહેલી. આમ તો એ દિવસોમાં નવરાત્રિ ચાલી રહી હતી, પણ પરિક્ષા ને લીધે જોઈએ એટલો ઉત્સાહ ન હતો. મેં નકકી કરેલું કે ખાલી સાતમે અને આઠમે નોરતે જ રમવા જઈશ. અને આજે બીજુ નોરતુ હતું. "ઓ કુંભકર્ણનું female version! કેટલું ઊંઘે