વિચારના સથવારે - 2 - સ્ત્રી- એક નવું પગરણ.

  • 4.9k
  • 1.3k

સ્ત્રી એટલે શું? તેને માટે એક શબ્દ, એક વાક્ય, એક કવિતા, કે એકાદ વાર્તા કે નવલકથા ? કે એક મહાકાવ્યનો પ્રારંભ! કોઈ અબળા તો કોઈ સબળા. કોઈ સુંદરતાનો પર્યાય છે તો કોઈનાં માટે આ જ સુંદરતા અભિશાપ બની જાય છે. કોઈ શક્તિ છે, કોઈ સહનશક્તિ. કોઈ માનીની તો કોઈ સ્વાભિમાની તથા કોઈ અભિમાની પણ ખરી. અહીં સ્ત્રીને શોધવા નીકળવું પડે. સ્ત્રીને કંઈ એક પરિભાષામાં બાંધવી અશક્ય છે. સ્ત્રી કોઈ વસ્તુ કે શોભાની કઠપૂતળી નથી. તે પણ લાગણીઓથી છલોછલ ભરેલી નદી છે. તેમાં તમે છબછબિયાં કરવાની ભૂલ તો ક્યારેય નહિ કરી શકો. ઘણાં લોકો કહે છે કે સ્ત્રીને સમજવી