ધ કોર્પોરેટ એવીલ - પ્રકરણ-13

(112)
  • 7.1k
  • 8
  • 4.2k

ધ કોર્પોરેટ એવીલ પ્રકરણ-13 આઇ મારુ ટીફીન ભરી આપને મારે વહેલાં જવાનું છે પ્લીઝ નીલાંગે એની માં ને કહ્યું. આશાતાઇએ તરતજ કહ્યું "નીલુ તારી સર્વિસને મહીનોજ થવા આવ્યો છે પણ જાણે તું કેટલાય સમયથી કામ કરતો હોય એવું લાગે છે હમણાંથી તને વહેલુંજ જવાનું થાય છે સારુ છે ઘરે સમયસર આવે છે. તારામાં રહેલો પત્રકાર દિવસે દિવસે વધારેને વધારે એક્ટીવ થઇ રહેલો છે. અને નીલાંગ સાચું કહું ગઇકાલે તું મારાં માટે મોબાઇલ લઇ આવ્યો મને એટલો આનંદ થયો છે કે હવે હું પણ તારી સાથે ગમે ત્યારે વાત કરી શકું છું મને એટલો ઉત્સાહ હતો કે તેં રાત્રેજ બધુંજ મને સમજાવી